8.2: સામાન્ય

તમારા સંગ્રહ સાથે સંકળાયેલ સામાન્ય સેટિંગ્સની સમીક્ષા અને તેમાં ફેરફાર કેવી રીતે કરવો તે આ વિભાગ સમજાવે છે. પહેલા, "ફોર્મેટ" ટેબ હેઠળ, "સામાન્ય" પર ક્લિક કરો.

અહીં કેટલાક સંગ્રહ પ્રમાણેના મેટાડેટા સેટ કરી શકાય અથવા તેમાં સુધારા કરી શકાય, જેમાં નવો સંગ્રહ શરૂ કરતી વખતે દાખલ કરેલા શીર્ષક અને વર્ણનનો સમાવેશ થાય છે.

પ્રથમ સંગ્રહના સર્જક અને જાળવનારના સંપર્ક ઇમેઇલ સરનામાંઓ છે. નીચેનું ફિલ્ડ તમને સંગ્રહનું શીર્ષક બદલવા માટે પરવાનગી આપે છે. સંગ્રહ જે ફોલ્ડરમાં સંગ્રહિત છે તે ફોલ્ડર તેની પછી તરત બતાવવામાં આવે છે, પરંતુ આ ફોલ્ડર બદલી શકાશે નહીં. ત્યારબાદ, એક આઈકન જે સંગ્રહના “વિશે” પેજ (URLના સ્વરૂપમાં હોય છે)ને ડાબી બાજુ ટોચના ભાગે દર્શાવે છે, તેના પછી એક આઈકન જેનો ઉપયોગ ગ્રીનસ્ટોન ગ્રંથાલય પેજમાં સંગ્રહને લિંક કરવા માટે કરવામાં આવ્યો છે. ત્યારબાદ એક ચેકબોક્સ છે જેનું કામ સંગ્રહ સાર્વજનિક રૂપે ઍક્સેસિબલ થાય તે નિયંત્રિત કરવાનું છે. માં વર્ણવ્યા મુજબ, છેલ્લે "સંગ્રહ વર્ણન" ટેક્સ્ટ વિસ્તાર આવે છે.