5.7: અગાઉ નક્કી કરેલ મેટાડેટાને ઈમ્પોર્ટ કરો.

અગાઉ નક્કી કરેલ મેટાડેટાને ઈમ્પોર્ટ કેવી રીતે કરવા તેનું વર્ણન આ વિભાગમાં દર્શાવવામાં આવ્યું છે: સંગ્રહમાં પ્રલેખો ઉમેરવામાં આવે તે પહેલા પ્રલેખ સાથે મેટાડેટા નક્કી કરવામાં આવે છે.

જો કોઈ પ્રલેખને લાઈબ્રેરીયન ઇન્ટરફેસ દ્વારા ઓળખવામાં આવેલ સ્વરૂપમાં કેટલાક મેટાડેટા હોય (એટલે કે metadata.xml ફાઈલમાં પ્રલેખ તરીકે સમાન ફોલ્ડરમાં) – ઉદાહરણ તરીકે, જયારે તમો પ્રવર્તમાન ગ્રીનસ્ટોન સંગ્રહમાંથી પ્રલેખો પસંદ કરો – જયારે તમો (નવા) સંગ્રહમાં પ્રલેખને ઉમેરો છો તે આપોઆપ ઈમ્પોર્ટ થાય છે. ગ્રીનસ્ટોન metadata.xmlને ઓળખશે (જે સંગ્રહમાં ઉમેરવાની જરૂર નથી), અને મેટાડેટાને આપોઆપ ઈમ્પોર્ટ કરવાનો પ્રયત્ન કરશે.

મેટાડેટા ઈમ્પોર્ટ કરવા માટે, સંગ્રહમાં ઉપલબ્ધ મેટાડેટા સેટ્સ સાથે મેટાડેટાને મેપ કરવું આવશ્યક છે. લાઈબ્રેરિયન ઇન્ટરફેસ જરૂરી માહિતી માટે સક્રિય બને છે. પ્રોમ્પ્ટ સંક્ષિપ્ત સૂચનાઓ આપે છે અને પછી મેટાડેટા ઘટકનું નામ દર્શાવે છે, જેવી રીતે તે સોર્સ ફાઈલમાં દેખાય છે તે રીતે ઈમ્પોર્ટ કરવામાં આવે છે. આ ફિલ્ડને સુધારી કે તેમાં ફેરફાર કરી શકાતું નથી. ત્યારબાદ નવા એલિમેન્ટ કયા મેટાડેટા સેટ સાથે મેપ થવા જોઈએ તે તમો પસંદ કરો, અને યોગ્ય મેટાડેટા એલિમેન્ટ તે સેટ માં પસંદ કરો. નવા મેટાડેટા માટે સેટ અને એલિમેન્ટના સંદર્ભમાં સિસ્ટમ આપોઆપ સોથી નજીકની મેચને પસંદ કરે છે.

મેપિંગને ચેક કરવાથી, તમે પસંદ કરેલા મેટાડેટા સેટમાં નવા મેટાડેટા એલિમેન્ટ ને ઉમેરવા માટે "ઉમેરો" વિકલ્પ પસંદ કરી શકો છો. (આ ફક્ત ત્યારે જ સક્રિય બને જયારે પસંદ કરેલ સેટમાં આ નામનો કોઈ જ એલિમેન્ટ ન હોય). "મર્જ કરો" વિકલ્પ ઉપભોક્તા દ્વારા પસંદ કરાયેલા નવા એલિમેન્ટને મેપ કરે છે. છેલ્લે, "અવગણો" વિકલ્પ આ એલિમેન્ટ નામ સાથે કોઈપણ મેટાડેટાને ઈમ્પોર્ટ કરતું નથી. એકવાર તમે મેટાડેટાના ચોક્કસ ભાગને કેવી રીતે ઈમ્પોર્ટ કરવા તે નિર્દિષ્ટ કર્યા પછી, મેપિંગ માહિતી સંગ્રહ સાથે આજીવન રહે છે.

ગ્રીનસ્ટોન મેટાડેટાને સંગ્રહિત કરવા માટે metadata.xml ફાઇલોનો ઉપયોગ કરે છે તે metadata.xml ફાઇલો વિગતો માટે, જુઓ ગ્રીનસ્ટોન ડેવલોપરની માર્ગદર્શિકા પ્રકરણ 2 - તમારા પ્રલેખોમાંથી સૌથી વધુ મેળવો