6.2: પ્રલેખ પ્લ્ગીન્સ |
સંગ્રહ દ્વારા ઉપયોગમાં લેવાતા ડોક્યુમેન્ટ પ્લગીન્સને કન્ફ્યુંગર કેવી રીતે કરવા તેનું આ વિભાગમાં વર્ણન કરવામાં આવે છે. કયા પ્લગીન્સનો ઉપયોગ કરવો, કયા પેરામીટર્સનો તેના પર ઉપયોગ કરવો, અને તે કયા ક્રમમાં ગોઠવાય છે તેની સમજણ આ વિભાગ આપે છે. "ડિઝાઇન" ટેબ હેઠળ, "પ્રલેખ પ્લગીન્સ" ને ક્લિક કરો.
પ્લગઈન ઉમેરવા માટે "ઉમેરવા માટે પ્લગઈન પસંદ કરો"ના વિકલ્પમાં સૂચીમાં નીચેની તરફ જાવ અને યોગ્ય પ્લગઈન પસંદ કરી “પ્લગઈન ઉમેરો” પર ક્લિક કરો. ત્યારબાદ એક વિન્ડો જેનું નામ “આર્ગ્યુંમેન્ટસને કન્ફિગર કરી રહ્યા છે” દેખાય છે; તે વિન્ડોનું વર્ણન પછીથી આપવામાં આવ્યું છે. એકવાર તમો નવા પ્લગઈનને કન્ફિગર કરો, ત્યારબાદ તેનો "અસાઇન કરેલ પ્લગઇન્સ" સૂચિમાં સમાવેશ થાય છે. સામાન્ય રીતે, "અસાઇન કરેલ પ્લગઇન્સ"માં દરેક પ્લગઇનને એકજ વખત દર્શાવ્યું હશે. જો કે, તમે એક સમાન પલ્ગઇનને એકથી વધુ વાર ઉમેરી શકો છો; તે કિસ્સામાં, એક સમાન પલ્ગઇનને એકથી વધુ વાર દર્શાવીને દરેક પલ્ગઇનને જુદી રીતે કન્ફીગ્યુર કરી ઉપયોગી પરિણામ મેળવી શકાય છે (ઉદાહરણ તરીકે process_exp આર્ગ્યુંમેન્ટને સેટ કરીને ઉપયોગી પરિણામ મેળવવું, જુઓ http://wiki.greenstone.org/wiki/gsdoc/tutorial/en/enhanced_pdf.htm).
પ્લગઇનનું ટૂંકું વર્ણન જોવા માટે, તેને "ઉમેરવા માટે પ્લગઇન પસંદ કરો" પુલ-ડાઉન સૂચિમાંથી જે તે પ્લગઇન પસંદ કરો, પછી તે પ્લગઇન પર માઉસ રાખો. વર્ણન પ્રદર્શિત કરતી ટૂલ-ટિપ દેખાશે.
પ્લગઇન દૂર કરવા માટે, તેને સૂચિમાંથી પસંદ કરો અને "પ્લગઇન દૂર કરો"ને ક્લિક કરો.
આર્ગ્યુંમેન્ટસને પ્રદાન કરીને પ્લગઇન્સને કન્ફીગ્યુર કરવામાં આવે છે. તેમને બદલવા માટે, સૂચિમાંથી પ્લગઇન પસંદ કરો અને "પ્લગઇન કન્ફીગ્યુર કરો" પર ક્લિક કરો (અથવા પ્લગઇનને ડબલ ક્લિક કરો). આર્ગ્યુંમેન્ટસને સ્પષ્ટ કરતા વિવધ કંટ્રોલ્સ સાથેની “આર્ગ્યુંમેન્ટસને કન્ફિગર કરી રહ્યા છે” નામની વિન્ડો દેખાય છે.
અહી વિવિધ પ્રકારના નિયંત્રણો છે. કેટલાક ચેકબોક્સ છે, અને કોઈ એક ચેકબોક્સને ક્લિક કરવાથી પ્લગઇનમાં યોગ્ય વિકલ્પનો ઉમેરો થાય છે. ચેકબૉક્સ અને ટેક્સ્ટ ફીલ્ડ સાથે અન્ય ટેક્સ્ટ સ્ટ્રિંગ્સ છે. આર્ગ્યુંમેન્ટને સક્રિય બનાવવા બૉક્સને ક્લિક કરો, પછી બૉક્સમાં યોગ્ય ટેક્સ્ટ (નિયમિત એક્સપ્રેશન, ફાઇલ પાથ વગેરે) લખો. કેટલાક પુલ-ડાઉન મેનુઓ છે, જ્યાંથી તમે નક્કી કરેલ કેટલીક વેલ્યુ પસંદ કરી શકો છો. આર્ગ્યુંમેન્ટ શું કરે છે તે શીખવા માટે, ચાલો એક ક્ષણ માટે માઉસ તેના નામ પર ફેરવો અને તમોને આર્ગ્યુંમેન્ટનું વર્ણન દેખાશે.
જ્યારે તમો કન્ફીગ્યુંરેશન બદલો છો, તો ફેરફારોની અસર ચકાસવા માટે "બરાબર" પર ક્લિક કરો અને ડાયલોગ બંધ કરો, અથવા કોઈપણ પ્લગઇન આર્ગ્યુંમેન્ટસમાં ફેરફાર કર્યા વગર ડાયલોગ બંધ કરવા "રદ કરો" પર ક્લિક કરો.
સૂચિમાં પ્લગઇન્સ ક્રમ મુજબ એક્સિક્યૂટ કરવામાં આવે છે, અને તેનો ક્રમ કેટલીક વખત મહત્વપૂર્ણ છે. સૂચિમાંથી પ્લગઇન પસંદ કરો અને સૂચિમાં તેની જગ્યા બદલવા "" અને "" બટન્સનો ઉપયોગ કરો.