6.1: ડિઝાઈન વ્યુ

આ વિભાગ તમને ડિઝાઇન વ્યુ અંગેનો પરિચય આપે છે અને આ પેન (pane) અંતર્ગત વિવિધ વ્યુ વચ્ચે કેવી રીતે નેવિગેટ કરવું તે સમજાવે છે.

પ્રલેખો કેવી રીતે પ્રોસેસ થાય છે અને ઉપભોક્તા દ્વારા સંગ્રહનો એક્સેસ કેવી રીતે કરવામાં આવે છે તે તમો ગ્રંથપાલ ઇન્ટરફેસ દ્વારા કન્ફીગ્યુર કરી શકો છો. કન્ફીગ્યુર વિકલ્પોને વિવિધ વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે, દરેક વિભાગ સંગ્રહ કસ્ટમાઇઝેશનના ચોક્કસ તબક્કા સાથે સંકળાયેલા છે.

ડાબી બાજુ પર જુદાં જુદાં વ્યુની સૂચિ છે, અને જમણી બાજુ નિયંત્રણો છે જે વર્તમાન વ્યુ સાથે સંકળાયેલ છે. અલગ વ્યુ બદલવા માટે, સૂચિમાં તેના નામ પર ક્લિક કરો.

સંગ્રહને ડિઝાઇન કરવાના તબક્કા અને શરતોને સમજવા માટે, પહેલા ગ્રીનસ્ટોન ડેવલપરની માર્ગદર્શિકાના પ્રકરણ 1 અને 2 વાંચો.